You are searching about Salangpur Live Darsan/Aarti? સાળંગપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા બરવાળા તાલુકામાં આવેલું ગામ છે. સાળંગપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનું મંદિર
ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે સ્વામિનારાયણનાં પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામી એ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યુ. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજ કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.
સાળંગપુર ના લાઇવ દર્શન/આરતી કરવા માટે અહી ક્લિક કરો
વાઘા ખાચરના આગ્રહથી ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં વિક્રમ સંવત ૧૯૦૪માં આવ્યા. ગામનો સૌથી મોટો પાળિયો હતો તેમાંથી બોટાદના કાના કડિયાને ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ બનાવવાનું કહ્યું. ગોપાળાનંદ સ્વામીએ ૨૦૦ સ્વામીનારાયણ સંતો અને ૨૫ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવી આ સંવત ૧૯૦૫ની આસો વદ પાંચમના દિવસે હનુમાનજીની નવી મૂર્તિની પ્રાણપ્ર્તિષ્ઠા કરાવી હતી.
આ પણ જાણો Vandu Sahjanad Rasrup | વંદુ સહજાનંદ રસરૂપ (વંદુ ના પાઠ)
શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર
ભગવાનની સાથે ભક્તની પૂજા કરવાના સિદ્ધાંત માટે શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થા છોડી અક્ષરપુરુષોત્તમ માટે બોચાસણમાં મંદિરની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ સાળંગપુરમાં મંદિરની ધામધૂમ પૂર્વક સ્થાપના કરી. હાલમાં આ મંદિરની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં સ્વામિનારાયણ સંત તાલિમ કેન્દ્ર, ખ્યાતનામ ગૌશાળા અને પ્રમુખ સ્વામી વિધ્યામંદિર ચાલી રહ્યા છે. દર વર્ષે હોળી-ધૂળેટી ઉત્સવની ઉજવણી બી.એ.પી.એસ. સંસ્થાનાં પ્રમુખ હજ્જારોની જન-મેદની વચ્ચે કરે છે.
આવી વધુ યોજનાઓ અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટની સૂચના મેળવવા માટે અમારા વોટ્સએપગ્રુપ માં જોડાઓ.