|| આ અવસર રે દયાળુ દયા કરી રે… ||
આ અવસર રે દયાળુ દયા કરી રે, ટાળવાને જન્મમરણના તાપ, વાહને ચડીને રે આવો છો મારા વા’લમા રે, નારાયણ નામનો જપતાં જાપ-આ અવસર ૦ ૧
અનેકને આવ્યા રે અંતસમે તેડવા રે, સાથે લઈ સંત જનનો સાથ, એવા તો તમારા રે ગુણ અનંત પાર છે રે, સાંભળતામાં સરવે થાય સનાથ-આ અવસર ૦ ૨
અધમની જાતિ રે ઓધારી બહુ નારીને રે જેને નિંદે શાસ્ત્ર વેદ પુરાણ, ગુણ ને અવગુણ રે નાથ ગણતા નથી રે, શરણે આવ્યાના શ્યામ સુજાણ-આ અવસર ૦ ૩
કરુણારસને રે પ્રગટ કર્યો કાનજી રે, કરવા અનેક જનનો ઉદ્ધાર, મુક્તાનંદને વા’લે રે મહા સુખ આપિયું રે, કરી નિત્ય નવલા નેહ વિહાર-આ અવસર ૦ ૪
આ પણ જાણો PM Vishwakarma Yojana : પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે.
|| Aa Avasar Re Dayalu Dayaa Kari Re ||
Aa avasare re dayalu dayaa kari re;
Aa avasare re dayalu dayaa kari re,
Tanva janma maran na taap;
Vaah ne chadine re aavo cho maara vaalma re,
Naaraayan naam japta jaap – aa avsar Anek ne aavya re ant same tedva re,
Saathe layl sant Janano saath;
Aava te tamaara re gun anant apaar che re,
Saambhalta ma sarve thaay sanaath…aa avsar
Adhaamni jaati re odhaari bahu naari ne re,
Jene ninde shashtra vede puran;
Gun ne avgun re naath gana ta naathi re,
Sharne aavya tena shyaam sujaan -… aa avsar
Karunaras ne re pragat karyo kaanji re,
Karvaa anek janano udhhar;
Muktaanand ne vale re mahaa such aaplyu re,
Kari nitya vaalaa ne vihaar -. …aa avsar
આવા વધુ કીર્તન માટે અમારી સાથે જોડાયેલા રહો.
અમારી તમામ પોસ્ટની સૂચના મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.